About Us

About Us

આપણા પટેલ સમાજના લોકો સૌરષ્ટ્રમાં વસવાટ કરતા હતા. ત્યાર પચ્ચી સમયાંતરે વિવિધ શહેરોમાં તથા દેશ-વિદેશમાં દુનિયામાં સર્વત્ર વસવાટ કર્યો અને શૈક્ષણિક તેમજ ઔદ્યોગિક શેત્રે હરણફાળ ભરી આર્થિક રીતે સદ્ધર થયા. પરંતુ હજુ પણ સૌરાષ્ટ્રમાં વસવાટ કરતાં લોકોને દીકરા-દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે શહેરમાં આવવાનું થયું. આ બાળકોને શહેરમાં રહેવાની તકલીફ પડતી. આ વાતની જાણ આપણા સમાજ શ્રેષ્ઠીઓને થતા તેઓ એકત્રિત થઇ છાત્રાલયોના નિર્માણનું કાર્ય કર્યું. આવી જ રીતે "શ્રી સૌરષ્ટ્ર પટેલ કેળવણી મંડળ અમદાવાદ" સંસ્થાના નેજા નીચે અમદાવાદ શહેરનાં મધ્યમાં ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ૪૦ વિદ્યાર્થીથી શરૂઆત કરી હાલ ૧૧૦૦ વિદ્યાર્થીઓ આધુનિક સુવિધાથી રહી શકે તેવી કુમાર છાત્રાલય તથા નારણપુરા વિસ્તારમાં ૯૦૦ વિદ્યાર્થીનીઓ રહી શકે તેવી અતિ આધુનિક કન્યા છાત્રાલયનું નિર્માણ થયું. હાલ આ વિદ્યાર્થીઓનું સારામાં સારું જીવનઘડતર થાય તેવી કાળજી લેવામાં આવે છે. આ બાળકોનાં અભ્યાસ પછી વ્યવસાય તથા વેવિશાળ તકલીફ ણ પડે તેની ચિંતા પણ સંસ્થાના ટ્રસ્ટીઓ કરી રહ્યા છે.
લગ્ન એ બે વ્યક્તિનું મિલન તો છે જ પણ લગ્નની સાથો સાથ બે પરિવાર પણ વ્યવહારિક રીતે જોડાય છે અને આ સંબધો ત્રણ પેઢી સુધી નિભાવવા પડે છે. સાથે આપણા પરિવારમાં કુટુંબભાવના. વડીલો પ્રત્યે આદરભાવ જળવાઈ રહે તે માટે આપના બાળકો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ણ કરે અને તેનું વેવિશાળ આપણા સમાજમાં જ થાય તે જરૂરી છે. આપના પટેલ સમાજનાં વેવિશાળ બાબતનો ઇતિહાસ જોઈએ તો એક સમયે વડીલો આ બાબતે નિર્ણયો લેતા હતા. જે સમગ્ર પરિવારને માન્ય હતું. ત્યાર પછી વડીલોના માધ્યમથી વર-કન્યા પોતે જીવનસાથીની પસંદગી કરતાં થયા. પરંતુ હાલના મોર્ડન યુગમાં પણ આપણા બાળકો આપણા સમાજમાંથી જ જીવનસાથીની પસંદગી કરી આપણી પરંપરા કાયમ રાખે અને જીવનસાથીની પસંદગીમાં તકલીફ ન પડે તે હેતુથી આપણી સંસ્થાના યુવા ટ્રસ્ટીઓના પ્રયાસ અને આર્થિક યોગદાનથી પટેલ સમાજની જીવનસાથી પસંદગી માટેની ઈન્ટરનેટના માધ્યમથી સૌ પ્રથમ www.pateljeevansathi.org નામની વેબસાઈટ બનાવવામાં આવી છે.

Success Story

શ્રી સંજય સાવલિયા કે જે સાવલિયા બિલ્ડર ગ્રુપ ના મેનેજીગ ડિરેક્ટર છે અને સાથે સાથે શ્રી સૌરષ્ટ્ર પટેલ કેળવણી મંડળ અમદાવાદ ના સક્રિય ટ્રસ્ટી અને પ્રુવ મંત્રી તરીકે સેવા આપેલી છે અને આપે છે, તેમજ સરદારધામ અમદવાદ ના ટ્રસ્ટી અને બાંધકામ કમિટી ના કાર્યરત મંત્રી છે.
શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ અમદાવાદ દ્વાર લોન્ચ કરેલ પટેલ જીવનસાથી ( લગ્ન વિષયક) વેબસાઈટે આજે આગવું પરિણામ આપ્યું છે. અત્યાર સુધી માં આશરે ૩૮ થી વધારે પટેલ યુગલો સફળતા પામી ચુક્યા છે.આવું જ એક આ સંસ્થા દ્વારા એક દર માસિક રજુ થતું “ પટેલ સુવાસ “ નામનું મેગેજીન પણ પ્રકાશિત થાય છે.અને તેમાં પટેલ સમાજ લક્ષી સમાચાર, તેમજ લગ્ન વિષયક માહિતી આપ મેળવી શકો છો.આ મોટ્રીમોનિઅલ વેબસાઈટ એક સમાજલક્ષી પ્રવુતિ માંથી એક છે જેમાં પટેલ સમાજ ના એજ્યુકેટેડ તેમજ વેલ સેટેડ છોકરા છોકરીયો રજીસ્ટ્રેશન કરી શકે છે અને જીવનસાથી ની પસંદગી કરી શકે છે.

સ્વપ્ન દ્રષ્ટા અને દાતાશ્રીઓ :-

શ્રી સંજયભાઈ કાંતીભાઈ સાવલીયા - સાવલીયા બીલ્ડર્સ, અમદાવાદ
શ્રી મનોજભાઈ તનુભાઈ ડોબરીયા - ગોપાલ ચરણગ્રુપ, અમદાવાદ
શ્રી કમલેશભાઈ કેશુભાઈ ગોંડલીયા - તક્ષશિલા ડેવલોપર્સ, અમદાવાદ
શ્રી મેહુલભાઈ ચંદ્રકાન્તભાઈ ઠુમ્મર - ક્રીએટા ગ્રુપ, અમદાવાદ
શ્રી દેવજીભાઈ એમ. સોજીત્રા - સૂર્યમ ગ્રુપ, અમદાવાદ
શ્રી બીપીનભાઈ બી. વેકરીયા - ઇન્ડીયન કન્સ્ટ્રકશન કંપની, અમદાવાદ
શ્રી હિમંતભાઈ બી. સક્વાલા - ભગીરથ ગ્રુપ, અમદાવાદ
શ્રી જગદીશ બી. સાકરીયા - આલ્ફા પ્લાસ્ટીક, અમદાવાદ